વ્હાલી માતુશ્રી,
મેં મારા જીવનમાં તમને ખૂબ ખૂબ મેહનત કરતા જોયા છે. તમે હંમેશા અમારા માટે સર્વશ્રેષ્ટ જ ઇચ્છયું છે. તમે ભલે કામ કરવામાં તનતોડ મેહનત કરતા, પણ અમારા માટે હંમેશા હાજર હતા, અમારા જીવનની દરેક ઘટમાળમાં અમને સાથ આપવા, ભલે ગમ્મે તેવી પરિસ્થિતિ હોય. તમારા બલિદાનો અને સ્વાર્પણ ને લીધે અમને જે આ સુંદર જીવન મળ્યું છે એ અમારા માટે હંમેશા પ્રેરણાદાયક રહેશે...
મને ગર્વ છે કે હું તમારી પુત્રી છું કેમકે તમે ગૃહિણી અને આધૂનિક વ્યવસાયિક નારી નું શ્રેષ્ઠ ઉદાહરણ છો. આખરે તમારો પણ આરામ કરવાનો સમય આવી ગયો, હવે કોઈ સમયની પડાપડી નહિ અને કામનો બોજો પણ નહિ અને માથાકૂટ પણ નહિ. તમે તમારી સફળતાના હકદાર છો અને હવે સમય આવી ગયો છે આ સફળતાને માણવાનો અને તમારી જાત માટે સમય કાઢવાનો.
આજથી તમારો દરેક દિવસ શનિરવિ જેવો છે જેમાં તમે એ બધી જ નાની-મોટી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો જે તમે તમારી કારકિર્દી દરમિયાન ના કરી શક્યા. તમારી આ નિવૃત્તિમાં મમ્મી, હું તમને એ જ કેહવા મંગુ છું કે તમે અદ્ભૂત છો અને હંમેશા યાદ રાખજો તમને દુનિયામાં પ્રેમ કરવાવાળા લોકો હાજર છે. જીવનના બધા જ બોજા મુકો અને નવીન જીવન માં હળવાફૂલ થઈને પંખીની જેમ પાંખો ફેલાવો. તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી નિવૃત્તિ અતિસુંદર રહે.

No comments:
Post a Comment